સેતુ કાર્યક્રમ અંતર્ગત માનવ અધિકાર અને મહિલાઓ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ પર વ્યાખ્યાન

સેતુ કાર્યક્રમ અંતર્ગત માનવ અધિકાર અને મહિલાઓ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ પર વ્યાખ્યાન

તા. 14/02/2024ના રોજ ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા અધ્યક્ષશ્રી માનવ અધિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે આયોજિત સેતુ કાર્યક્રમ અંતર્ગત "માનવ અધિકાર અને મહિલાઓ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ" વિષય પર વિષય નિષ્ણાંત તરીકે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

વ્યાખ્યાન દરમિયાન માનવ અધિકારોના મૂળભૂત સિદ્ધાંતો, મહિલાઓના બંધારણીય અને કાયદાકીય અધિકારો, મહિલાઓના સંરક્ષણ માટે અમલમાં રહેલા વિવિધ કાયદાઓ, કાર્યસ્થળ અને સમાજમાં મહિલાઓની સુરક્ષા, તેમજ મહિલા સશક્તિકરણ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, કાયદાકીય જાગૃતિ દ્વારા મહિલાઓ પોતાના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિષય અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માનવ અધિકારો અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો, કાયદાકીય સમજ વિકસાવવાની તથા જવાબદાર અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

14-02-2024